ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

Synopsis : રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થતા આગામી  28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી  રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે… ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. તેમજ  રાજ્યના 23 જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે… આ ઉપરાંત 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે….

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી વાસણા બેરેજના 14 ગેટ ખોલવામાં આવ્યા છે,,, અને સાબરમતી નદીમાં હાલ 35 હજાર 914 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે… અને હજુ પણ વધુ પાણી છોડવાની સંભવના હોવાથી,,, વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા આસપાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે….

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!