180 ધાન્યધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા યોજાઈ, પ્રી વેડિંગ, હલ્દી રસમ, રીંગ સેરેમની, અને એન્ટ્રી જેવા ખર્ચા ન કરવા.

180 ધાન્યધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા યોજાઈ,

 પ્રી વેડિંગ, હલ્દી રસમ, રીંગ સેરેમની, અને એન્ટ્રી જેવા ખર્ચા ન કરવા.
સમુહ લગ્નની તારીખ નક્કી 22. 2. 2026.

પવન એક્સપ્રેસ

180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટની સાધારણ સભા તારીખ 31 8 2025 ના રવિવારે પાલનપુર મુકામે યોજાઇ હતી, જેમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા, સમાજમાં રહેલ કેટલાક પૂરી બાજુ દૂર કરવા અને અત્યારે ટીવી સિરિયલમાં જોઈને સમાજ જે રીતે પ્રજાપતિ સમાજના રીત રિવાજ ભૂલી અને જાહોજલાલી થી પ્રેરાઈને સમાજ ક્યાંક ને ક્યાંક આડા રસ્તે જઈ રહ્યો હોય તેવું લાગતા સમાજે કેટલાક નિયમોમાં ફેરફાર કરી અઢળક ખર્ચાઓ પાછળ રૂપિયા ન બગડે તે માટે કડક નિયમો બનાવ્યા છે
જેમાં પ્રિવિડિંગ રિંગ સેરેમની હલ્દી રસમ અને છોકરા છોકરીઓની એન્ટ્રી કરાવી જેમાં મોટા ખર્ચ થતા હોય તે યોગ્ય નથી તેમ જ ધનવાનો આ ખર્ચ કરી શકે અને મધ્યમ અને ગરીબ પરિવાર આ ખર્ચા કરી શકતા ન હોવાથી સમાજે આવા કુરિવાજોને કડકપણે સમાજમાંથી બહસ્કાર આપવા કહ્યું છે અને કડક નિર્ણય લીધો છે અને જો કોઈ આ નિયમો નહીં માને તો તેમની ઉપર 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ દ્વારા કડક તેમજ દંડનાત્મક પગલાં લેવામાં આવશે અને ઉચિત કાર્યવાહી પણ કરવામાં આવશે
આ યોજાયેલ સાધારણ સભા માં આગામી 25 માં સમૂહ લગ્ન ની પણ ચર્ચાઓ કરવામાં આવી અને ભરતભાઈ ગજડીયાને સમુહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે જારી રાખવામાં આવ્યા તેમ જ તેમની કમિટી બનાવવામાં આવી હતી. ભરતભાઈએ જણાવ્યું હતું કે 25 માં સમૂહ લગ્નને રજત જયંતિ તરીકે ઉજવવામાં આવનારી હોય સમાજના દીકરા દીકરીઓ આમાં મોટા ભાગે ભાગ લે અને 111 કરતાં પણ વધારે યુગલો આ સમૂહ લગ્નમાં જોડાઈ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને ધામધૂમથી સમૂહ લગ્ન કરી રજત જયંતિ ઉજવવાની તૈયારી દર્શાવી હતી આગામી સમૂહ લગ્નની તારીખ 22 2 2026 સમાજ દ્વારા નક્કી કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!