કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપના કરી, વેદમંત્રોચ્ચાર સાથે પૂજન અને આરતી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ભક્તિગીતો, નૃત્ય તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર વાતાવરણને પાવન બનાવી દીધું. આ પ્રસંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને પર્યાવરણપ્રેમનો સંદેશ આપ્યો તથા પર્યાવરણમિત્ર ગણેશોત્સવ ઉજવવાની પ્રતિજ્ઞા લીધી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સવની ભવ્યતા વધારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!