પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો…
પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ પરના ખાડાઓ પુરવાની કામગીરી આરંભી હતી, જેમાં માનસરોવર નજીક શક્તિ નગર રોડ ઉપર ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ રથયાત્રા નીકળે તે પહેલા પાવડા થી લેવલ કરી કપચી મેટલ પાથરી હંગામી ધોરણે તૈયાર કર્યો હતો. જોકે નગરપાલિકાના મહિલા નગરસેવક આશાબેન રાવલ આ રસ્તો નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટ આપેલો છે જેને તાત્કાલિક ધોરણે તૈયાર થાય તેને લઈને નગરપાલિકામાં લેખિત રજૂઆત પણ કરી છે.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
