અમીરગઢ પોલીસે કારમાંથી 312 બોટલ દારૂ ઝડપ્યો

અમીરગઢ પોલીસે રવિવારે બાતમીના આધારે નાકાબંધી કરી નીચલાબંધથી અમીરગઢ તરફ આવતી ઇકો કાર નં.જીજે-27-એક્સ-0830 દેખાતા ચાલકે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને ક્રિષ્ણા હોટલ પાસે કાર સાથે એક આરોપી ભીખાજી સોનાજી સીસરાણીયા (રહે. વિરમપુર કોઠીયાવાસ) ને ઝડપી લીધો હતો, જ્યારે બાજુમાં બેઠેલો કેવળાભાઈ સાજાભાઈ ભગોરા (રહે. ચિકણવાસ) ખેતરમાં ભાગી છૂટ્યો હતો.

કારની તપાસ કરતા તેમાંથી રૂ.67,272ની વિદેશી દારૂની કુલ 312 બોટલો મળી આવી હતી. કુલ રૂ.2.67નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!