કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું.
ચિરાગભાઈએ જણાવ્યું કે – “શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, મૂલ્યો અને સફળતાનો પાયો મૂકે છે. શિક્ષક એ સમાજનો સાચો દિશાસૂચક છે.”
આ સેમિનાર દ્વારા શિક્ષકોમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને સમર્પણની ભાવના જગૃત થઈ. સમગ્ર કાર્યક્રમ શિક્ષક દિવસની ઉજવણીને યાદગાર બનાવતો સાબિત થયો.

