આસ્થા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય: ડ્રોન શૉ એ માઈ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા

*ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ વિશેષ*

 

*ડ્રોન શૉ ભાગ_ ૨*

__________

*અંબાજીના આકાશે ઝળહળ્યા આદ્યાત્મિક પ્રતીકો – ભક્તોમાં ઉઠ્યો જયઘોષ*

 

*આસ્થા અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય: ડ્રોન શૉ એ માઈ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા *

___________

*૪૦૦ ડ્રોનથી ઝગમગ્યો અંબાજીનો અધ્યાત્મિક મહિમા*

____________

(માહિતી બ્યુરો, પાલનપુર)

તા.૦૫/૦૯/૨૦૨૫

 

ભાદરવી પૂનમ મહામેળામાં પાંચમા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ભવ્ય “ડ્રોન લાઇટ શો” યોજાયો હતો.

 

જેમાં એક સાથે ૪૦૦ ડ્રોન થકી માતાજીનું મુખારવિંદ, માતાજીની પાદુકા, પગપાળા સંઘ, શિવજીનો અભિષેક, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જય અંબે જેવા આધ્યાત્મિક પ્રતીકો આકાશમાં ઝળહળી ઉઠ્યા હતા. ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો.જેને જોઈ માઇભકતો દંગ રહી ગયા હતા અને સ્વયંભૂ બોલ માડી અંબે જય જય અંબે નો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!