ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટી દ્વારા ઠાકોરદાસ ખત્રી અને પિન્કીબેન પરીખ નું સન્માન કરવામાં આવ્યું

પાલનપુર સીટી ઇન્ટરનેશનલ સેમિનાર દ્વારા પાલનપુર ની ખાનગી હોટલ માં યોજાયેલ ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટીના ઇન્ટરનેશનલ સેમિનારમાં જીવદયા ફાઉન્ડેશનના ઠાકુરદાસ ખત્રી અને સેવાભાવી પિન્કીબેન પરીખનું સન્માન પત્ર અને ટ્રોફી એનાયત કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મીનાબેન મેથ્યુસ પ્રમુખ ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટી, વર્ષાબેન શાહ ઇનરવ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટ ચેરમેન 305 નીલુ શાહ ના હસ્તે ટ્રોફી આપી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જીવ દયા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઠાકુરદાસ ખત્રી અને સેવાભાવી પિન્કીબેન ની 365 દિવસ ની સેવા અને સહયોગ ને ધ્યાનમાં રાખી આ સન્માન કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળજાળ ગરમી હોય કે ચોમાસુ હોય કે શિયાળો હોય મૂંગા પશુઓ માટે સતત કાર્ય કરી રહેલા આ બંને સેવાભાવીઓનું સન્માન કરતા એવું જણાવવામાં આવ્યું કે કાળજાળ ગરમીમાં પાણીના કુંડા વિતરણ કરવા, ચકલી ઘર, ગૌમાતા માટે પાણીની ટાંકીઓનું વિતરણ કરવું ઘાયલ પ્રાણી- પક્ષીઓની સારવાર કરવી, અને એવા અસંખ્ય જીવ બચાવ્યા અને જરૂરિયાતમંદ માનવજાત માટે ખડે પગે રહેતા એવા ઠાકોરદાસ ખત્રી માનસિક દિવ્યાંગ લોકોને સ્નાન કરાવી નવા કપડા પહેરાવી નાસ્તો કરાવી ચપ્પલ પહેરાવી જેવા અનેક કામો શાળાઓમાં બાળકોને બુટ ચપ્પલ વિતરણ કરવા ભોજન નાસ્તો વિતરણ કરવો જેવા અનેક સેવાભાવી કાર્યો કરતા ઠાકોરદાસ ખત્રી અને પિંકીબેન ને ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સીટી દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
