પાલનપુર ઇંગ્લીશ મીડીયમ નજીક સફાઈ ના અભાવે ભૂગર્ભ ચેમ્બરો માંથી ગંદા પાણી રહેલાંતા રાહદારીઓ પરેશાન….

પાલનપુર ઇંગ્લીશ મીડીયમ નજીક સફાઈ ના અભાવે ભૂગર્ભ ચેમ્બરો માંથી ગંદા પાણી રહેલાંતા રાહદારીઓ પરેશાન….


પાલનપુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ગેટ નજીક થી શક્તિનગર જવાના જાહેર રસ્તા ભૂગર્ભ ચેમ્બરો સફાઈ ના અભાવે વારંવાર ગંદા પાણી લાબા અંતર સુધી ઉભરાતા અહીં પસાર થતા રહીશો ભણતા બાળકો અન્ય રાહદારીઓની આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે
પાલનપુર શહેરના શિવનગર થી શક્તિનગર તરફ જવાનું તાજેતરમાં નવીન રસ્તો બનાવેલો આ રસ્તાની કામગીરી ગુણવત્તાવાળી પણ જોવા મળી હતી જોકે અહીં આસપાસના ઝુપડપટ્ટીની ગંદા પાણીની નિકાલ માટે લાઈનો ની ચેમ્બર બનાવી દરેક જગ્યાએ પાણીનું લાઈનનું જોડાણ આ ભૂગર્ભમાં સમાવેશ કરેલો જોકે સવારે આવતા પાણી આ ચેમ્બરોમાં જુના પડેલો કોંક્રેટ પથ્થરો સંપૂર્ણ બહાર ન નીકળતા અવારનવાર આ ચેમ્બરો ઉભરાતી રહે છે રહીશોના કહેવા મુજબ આ ચેમ્બરના અંદરથી તમામ સફાઈ ન થવાને કારણે વારંવાર આ ભૂગર્ભ ચેમ્બરના માંથી ગંદા પાણી રહેલાંતા રહે છે કેટલીક વખત ઝુપડપટ્ટીના લોકો પોતાની પીવાની પાઇપલાઇન નળ ન નાખતા આ ખુલ્લો લાઈનોનું સવારે આવતું પાણી પણ રોડ ઉપર રેલાય છે જોકે આવા પાણી વેડફતા લોકો સામે નગરપાલિકા ના સત્તાધીશો દંડકીય કાર્યવાહી કેમ કરતા નથી? નગરપાલિકાના ભૂગર્ભ શાખાના અવારનવાર જેટ મશીનથી સફાઈ કરવા આવે છે પણ અંદર પડેલો કાટમાળ ન કાઢી ફક્ત પાણી કાઢીને જતા રહે છે જેને લઈને આ વિસ્તારના રહીશો રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડે છે આ સમસ્યા કાયમી દૂર થાય તેવું આ વિસ્તાર રહીશોને રાહદારી ઈછી રહ્યા છે

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!