પાલનપુર એસ.એ.પટેલ કોમર્સ કૉલેજમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ ખાતે એન.એસ.એસ. (NSS) વિભાગ દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુવાધનને વ્યસનના દૂષણથી બચાવવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ‘નશો અમે કરશું નહિ અને કોઈને કરવા દઇશું નહિ’ એ સંદર્ભે ગરિમાપૂર્ણ માહોલમાં નશામુક્તિના શપથ લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. મનીષાબેન કે. પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમનું સુચારુ સંચાલન અને આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. દીપ્તિબેન ભાખરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
