બજરંગીસેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં આજે વિદેશ માં રહેતા દાતાશ્રી દ્વારા આજે દાબેલી અને સોસ નો પ્રસાદ આપવામાં આવેલ.

પવિત્ર પુરુષોતમ મહીના માં દાન પુણ્ય માટે નો શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. અને આજે પવિત્ર પુરુષોતમ મહીના નો છેલ્લો રવિવાર છે. જેમાં વિદેશ માં રહેતા દાતાશ્રી દ્વારા આજે રામભરોસે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. બજરંગીસેના સેવા ટ્રસ્ટ પાલનપુર શહેર નાં વિવિધ માર્ગો પર જઈ ને ગરીબ ભિક્ષુખ જરૂરિયાત લોકો અને બાળકો ને ભોજન પુરું પાડે છે. દર રવિવારે 700 જેવાં લોકો આ ભોજન પ્રસાદ નો લાભ લે છે. પવિત્ર પુરુષોતમ મહીનો જે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે. તો આજ નાં આં સુંદર આયોજન માટે દાતાશ્રી અને તેમનાં પરીવાર પર ભગવાન વિષ્ણુ ભગવાન શીવ અને માં ભવાની નાં આશીર્વાદ સદાય બની રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
