ધનિયાણા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય અંતર્ગત X-ray કેમ્પ યોજાયો
આજરોજ પ્રા આ કે .ગોળા તા. પાલનપુર ના પ્લાનિંગ મુજબ સ્થળ આયુષ્યમાન આરોગ્યમંદિર- ભાગળ(પીપળી) ના ધનિયાણા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસીય અંતર્ગત X-ray કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. સંજય સોલંકી સા.શ્રી જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. મહેશ કાપડિયા સા.શ્રી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી.ડૉ.દીપક.અનાવાડિયા સાહેબ તેમજ મેડિકલ ઓફિસર પ્રા આ કે.ગોળા ડૉ. ઉત્કર્ષ સિન્હા સાહેબ તથા આયુષ મેડીકલ ઓફિસર ડો.જયશ્રી પ્રજાપતિ મેડમ નામાર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.જેમાં આશરે 880 જેટલી સામાન્ય વસ્તી ધરાવતા ગામમાં
કેમ્પ દરમિયાન કુલ 87 જેમાં Male 22અને Female 65 વ્યક્તિઓના એક્સ-રે કરવામાં આવ્યા, જેમાંથી 04 વ્યક્તિઓના એક્સ-રેમાં અસામાન્ય(Abnormal) જોવા મળ્યા હતા આ તમામ શંકાસ્પદ દર્દીઓના ટ્રુનાટ પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ વહેલી તકે ટીબીના કેસ શોધી યોગ્ય સારવાર આપવાનો છે, જેથી “ટીબી મુક્ત ભારત”નું સ્વપ્ન સાકાર થઈ શકે. MPHW ગોળા MPHW ઢેલાણા MPHW સેમોદા MPHW ભાગળ CHO સેમોદરા FHW ભાગળ, આશા ફેસિલેટર અને આશા બહેનોએ ટીબી મુક્ત ભારત અભીયાન અંતર્ગત કામગીરી કરવામાં આવેલ.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ
