રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી તારીખ અનુસાર આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે.
વિભાગે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન બાદ 08 જૂન 2026થી શાળાઓ ફરી શરૂ થશે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓ માટે સમાન વેકેશન રહશે. આ પરિપત્ર સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં પણ લાગુ થશે.
