જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

Title : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત ATSએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ATSના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.

UAPA હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ATSને આરોપીઓ પાસેથી જૈશ-એ-મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ IED બોમ્બ બનાવવા ઉપયોગી સહિતની સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓ વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યા હતા તેમજ અન્ય લોકોને પણ જેહાદી વિચારધારા તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંબંધિત તમામ પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!