ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પરથી પોલીસે નશીલા પદાર્થો અને ગેરકાયદે હથિયારોનો મોટો જથ્થો ઝડપ્યો છે.

અમીરગઢ ચેકપોસ્ટ પર શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે હાથ ધરેલી તપાસમાં બિહારના મુકેશ પ્રસાદ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસને 13 કિલો ચરસ, એક બનાવટની પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા છે.

તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ચરસનો જથ્થો ઉનાવાના મહમદ ખાલિદ નામના શખ્સને પહોંચાડવાનો હતો. આ બાતમીના આધારે બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહમદ ખાલિદને અમદાવાદથી દબોચી લીધો છે. જોકે, આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ગણાતો વિકી નામનો શખ્સ પોલીસ ચેકિંગ દરમિયાન ફરાર થવામાં સફળ રહ્યો છે, જેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.

કુલ મુદ્દામાલ અને કાર્યવાહી
પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન રૂ. 34.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચૂંટણીના માહોલમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ અને હથિયારો કોના ઈશારે અને કયા હેતુથી લાવવામાં આવતા હતા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે પોલીસ ગુનેગારોના મનસૂબા પર પાણી ફેરવવા માટે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!