ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ

Title : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ

Synopsis : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે મહાત્મા મંદિર ખાતે વિસ્તરણ થયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે, જીતેન્દ્ર વાઘાણી-નરેશ પટેલને કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાવ્યા

 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મંત્રીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા.

 

 

 

જ્યારે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા.

 

 

 

મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા ગઈકાલે ગુજરાતના તમામ 16 મંત્રીઓએ મુખ્યમંત્રીને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!