શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા પ્રવર્તે છે.

ચાલુ હિન્દુ વર્ષની શરદપૂનમને છેલ્લી પૂનમ માનવામાં આવે છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ માં અંબાના નિજ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ વખતે બે પૂનમ થતા અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ સાથે માં અંબાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા.

શ્રદ્ધાળુઓ શરદપૂર્ણિમાને લઈ શીતળતા અને ચાંદનીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. શીતળતા માઇભક્તોના મનમાં સદાય વરસતી રહે અને સાથે આવનારી પૂનમ સુખશાંતિ અને સમૃદ્ધિ સાથે આવે તેવી માં અંબાને પ્રાર્થના કરી હતી.

ચોમાસાના વિદાય અને શિયાળાની શરૂઆત સાથે પૂનમના દિવસે માતાજીના ચાર ચાર ચોકમાં ચાની પરબ પણ માંડવામાં આવી હતી. તેનો પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ભાગ લાભ લીધો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!