શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી

શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાણી બચાવો અને વૃક્ષ બચાવો અંતર્ગત તિલક હોળી અને વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરના ભૂલકાંએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના નિયામક મહેન્દ્રભાઈ પંચાલ, શ્રી કે. કે. ગોઠી હાઈસ્કુલના આચાર્ય વસંત ભાઈ ઠક્કરે હાજર રહી ભૂલકાંને હોળી ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
