“વડીલ વિશ્રાન્તી ગ્રૂહ પાલનપુર ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો ”
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરને અંગદાન સંકલ્પ દિવસ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. એ નિમિત્તે આજે અંગદાન ટીમ બનાસકાંઠા અને જનસેવા જ પ્રભુ સેવા ગ્રૂપ પાલનપુર ટીમ દ્વારા વડીલ વિશ્રાન્તી ગ્રૂહ ,ઘરડા ઘરની અંદર ઉજવણી કરવામાં આવી.અંગદાન ના પ્રણેતા માનનીય દિલીપભાઈ દેશમુખ વતી આજે સમગ્ર ગુજરાત મા અંગદાન મુહીમ ચલાવવામાં આવે છે. એ અંતર્ગત આજે અંગદાન સંકલ્પ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી અને તમામ લોકોને આ અંગે સમજ આપવામાં આવી. અંગદાનની સંપૂર્ણ માહિતી આપવામાં આવી .આજના કાર્યક્રમ મા કમલેશભાઈ રાજગોર, જયેશભાઇ સોની, અશોકભાઈ પઢિયાર, કુલદીપભાઇ મોદી, વિશાલભાઈ રાવલ ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
