પાલનપુરમાં ડોકરા રનીંગ ક્લબ તરફથી સીટી રન નું આયોજન

આવતીકાલે પાલનપુરમાં ડોકરા રનિંગ ક્લબ તરફથી પાલનપુર શહેરમાં સીટી રન નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજનમાં પાલનપુરના યુવાનોને ક્લબ તરફથી રનમાં ભાગ લેવા માટે ખુલ્લુ આમંત્રણ પઠવવામાં આવ્યું છે
ડોકરા રનીંગ ક્લબ ના મેમ્બરો દ્વારા સવારે જીડી મોદી કોલેજના ગ્રાઉન્ડ ઉપર સાડા પાંચ વાગ્યે હાજર રહેવું, ત્યાંથી રન કરી હનુમાન ટેકરી, મેપલ વીલા, ઠક્કરવાડી, હનુમાન ટેકરી, યુકો બેંક, યુ જીવીસીએલ ઓફિસથી પરત ફરશે, અને અંદાજે પાંચ કિલોમીટર જેટલો રન કરવામાં આવશે,
આ આયોજનનો હેતુ પાલનપુરના યુવાનો યુવતીઓ ફીટ રહે અને પોતાને ફિટનેસ તરફ ધ્યાન આપી શકે તે માટે રાખવામાં આવ્યું છે આમાં છેલ્લે ગરમ ચા – કોફી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે
ડોકરા રનીંગ ક્લબ પાલનપુર તરફથી પાલનપુર શહેરના આજુબાજુના વિસ્તારના તમામ યુવક યુવતીઓ ભાઈ બહેનોને પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેવા માટે આ રનિંગ માં ભાગ લેવા હાર્દિક આમંત્રણ છે.
