શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના જન્મદિન પ્રસંગે વિદ્યાર્થીઓએ લીધા 50 સંકલ્પ, whatsapp સ્ટેટસ મારફતે પાઠવી શુભકામનાઓ

“50 સંકલ્પોત્સવ થી ઉજવાઈ સુવર્ણ જયંતી – સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ”

શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના જન્મદિન પ્રસંગે વિદ્યાર્થીઓએ લીધા 50 સંકલ્પ, whatsapp સ્ટેટસ મારફતે પાઠવી શુભકામનાઓ

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલને 50 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર વર્ષ દરમિયાન સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગૌરવસભર અવસરને યાદગાર બનાવવા માટે સંકુલ દ્વારા વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના જન્મદિન પ્રસંગે સુવર્ણ જયંતી મહોત્સવના ભાગરૂપે એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓએ જીવનમાં સારા સંસ્કારો અને જવાબદાર નાગરિક બનવા માટે વિવિધ પ્રકારના 50 સંકલ્પ લીધા હતા. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાળવવી, પર્યાવરણનું સંરક્ષણ કરવું, વૃક્ષારોપણ કરવું, વડીલોનો સન્માન કરવો, નિયમિત અભ્યાસ કરવો તેમજ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવવી જેવા સંકલ્પો લઈને તેનું પાલન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના whatsapp સ્ટેટસ મારફતે શાળાને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ટેક્નોલોજી અને સંસ્કારનું સુંદર સંકલન જોવા મળતા આ ઉજવણી અનોખી અને યાદગાર બની હતી. વિદ્યાર્થીઓની આ પહેલે સુવર્ણ જયંતી મહોત્સવને નવી ઊર્જા અને પ્રેરણાનો સંદેશ આપ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ તથા ઉપાચાર્યા રંજનબેન પટેલે સમગ્ર સ્ટાફના સહયોગથી આ વિશેષ આયોજનને સફળ બનાવ્યું હતું.

સુવર્ણ જયંતીના આ અવસર પર વિદ્યાર્થીઓમાં સંસ્કાર, જવાબદારી અને સમાજ પ્રતિ જાગૃતિનો સંદેશ પ્રસરે તેવા આ પ્રયાસને વાલીઓનો પણ અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો હતો.અહે

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!