વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા.
કલેક્ટરે અધિકારીઓને પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયત ઘરની રૂબરૂ મુલાકાત લેવાની પણ સૂચના આપી.
વાવ-થરાદના કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જિલ્લાના 137 અધિકારીને 425 ગામ દત્તક આપ્યા છે. આ અભિગમ હેઠળ દરેક અધિકારીને તેમને ફાળવાયેલા ગામની રૂબરૂ મુલાકાત લેવી પડશે. તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી પાયાની જરૂરિયાત, શિક્ષણનું સ્તર, આરોગ્ય સુખાકારી અને સ્વચ્છતાની સમીક્ષા કરવાની રહેશે.
સાથે જ કલેક્ટરે અધિકારીઓને પ્રાથમિક શાળા, આંગણવાડી અને પંચાયત ઘરની રૂબરૂ મુલાકાત લઈ ગામની ક્ષતિઓમાં સુધારા માટે પરામર્શ કરવાની પણ સૂચના આપી છે.
