પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી.

દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરતાં પોલીસ કેસ કરવામાં આવ્યો.

પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી.

પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલને ડાયાલિસિસ વોર્ડમાં સોમવારે પાલનપુર તાલુકાના ભુતેડી ગામના રોહિત ડાયાભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત ડાયાલિસિસ માટે માવજત હોસ્પિટલ આવતા હતા અને સોમવારે બપોરે તેઓ પત્ની સંજનાબેન સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડાયાલિસિસ શરૂ થયા બાદ દર્દીની સલામતીને ધ્યાને રાખીને સ્ટાપે સંજનાબેન ને વોર્ડની બહાર બેસવા વિનંતી કરી હતી પરંતુ આ વાતને લઈ રોહિતભાઈ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને હાજર સ્ટાફને અપશબ્દ બોલવા લાગ્યા હતા, સ્ટાપે દર્દી હોવાને કારણે શાંતિથી સમજાવી ફરી પથારીમાં સુવડાવ્યા હતા, અને સાંજના સમયે ડાયાલિસિસ પૂર્ણ થતા તેમને ઘરે જવાનું જણાવ્યું હતું,

પરંતુ થોડા સમય બાદ રોહિત પટેલ ફરી ડાયાલિસિસ વોર્ડમાં આવ્યા હતા અને પત્નીને કેમ બહાર કાઢી તે મુદ્દે ઉગ્ર બન્યા હતા અને તેમણે નિપ્રો કંપનીના ડાયાલિસિસ મશીન ની તોડફોડ કરી હતી જેના કારણે નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઘટનાને લઇ હોસ્પિટલ માં ડાયાલિસિસ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા જનક મગનભાઈ રાજગોરે દર્દી રોહિત પટેલ વિરુદ્ધ શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!