“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો.

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો.

oplus_32

જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપના 11 મિત્રો દ્વારા ખૂબ જ સરસ રીતે ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આ ટ્રેકિંગમાં સૌ મિત્રો સુંદર વાતાવરણ લીલાછમ વૃક્ષો ગાઢ જંગલ સુંદર પહાડો પક્ષીઓના મીઠા અવાજ ઠંડીનો અહલાદક લહેરો ઠંડા પવનનો કોમળ સ્પર્શ સૂર્યના સુંદર કિરણો જંગલની નિરવ શાંતિ તથા આધ્યાત્મિક અનુભૂતિ સાથે જીવનની ભાગદોડ થી બહાર આવી પ્રકૃતિની ગોદમાં ફરવાનો અને ટ્રેકિંગ કરવાનો અદભુત અનુભવ માણ્યો હતો.

આ ટ્રેક સવારે છાપરા ગામ થી પ્રયાણ કરી લીંડીપાદર ગામ ખાતે મિત્રો પહોંચ્યા અને ગામના બાબુભાઈ ને સાથે રાખી સૌ મિત્રોએ ટ્રેકિંગની શરૂઆત કરી હતી લગભગ એક કલાકના ટ્રેકિંગ બાદ પહાડ પર વચ્ચે શ્રી ગણેશ ભગવાનના મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સૌએ ઘરેથી લાવેલ સુકા નાસ્તાની મોજ માણી હતી અને થોડો વિશ્રામ લઈ ફરી ટ્રેકિંગ માટે આગળ પ્રયાણ કર્યું હતું અને સતત બીજા કલાક ટ્રેકિંગ કર્યા બાદ પહાડની ટોચ ઉપર આવેલ સાંકળેશ્વરી માતાજીના શિખર સુધી પહોંચ્યા હતા અને શિખર ઉપર આવેલ સાંકડેશ્વરી માતાના દર્શન કરી સર્વે ધન્યતા અનુભવી હતી અને 26 જાન્યુઆરી ની ઉજવણી કરી સૌ મિત્રોએ રાષ્ટ્ર ગાન ગાય રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું અને ભારત માતાકી જય વંદે માતરમ શહીદો અમીર રહો ના નારા લગાવ્યા હતા અંતે સૌ મિત્રોએ ટ્રેકિંગ ની મોજ માણી સલામતીપૂર્વક ટ્રેકિંગ પૂર્ણ કરી પહાડની નીચે પહોંચ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!