26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું .

જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા કાળા હનુમાનજી, સંતશ્રી કૃષ્ણમેઘાદાસ ઇસ્કોન મંદિર પાલનપુર, અમૃતભાઈ ચડોખીયા વિભાગ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, ગજાનંદભાઈ જોશી, ધર્મ આચાર્યશ્રી અરવિંદભાઈ પંડ્યા જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સંપર્ક પ્રમુખ પ્રાંત રજનીભાઈ જોશી ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો પ્રમુખ પાલનપુર ના અશ્વિનભાઈ પ્રજાપતિ ડો. નિરવ પુરોહિત ડો.સેલ પ્રેસિડેન્ટ ડો ધર્મેશ પ્રજાપતિ ન્યુરોસર્જન ડો. આનંદ બચાણી સિનિયર સિટીઝન અધિકારીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યકર્તાઓ તેમજ સેલ્યુટ તિરંગાના પદાધિકારીઓ તેમજ શિક્ષક ગણ અને સર્વે ભાઈ બહેનો મોટી સંખ્યામાં તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતો ગાઇ અને તિરંગા ને સલામી આપી હતી.

આ પ્રસંગે સંતોએ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મહેમાન શ્રીઓએ ઉદબોધન કર્યું હતું સેલ્યુટ તિરંગાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરગોવિંદ વાલમિયા એ સેલ્યુટ તિરંગા ની માહિતી અને પ્રવૃત્તિ ની વિસ્તૃત માહિતી આપી હતી, અને દેશના જવાનોને અને શહીદોને યાદ કરી આ ભારત વર્ષની ભૂમિની મહત્વ જણાવ્યું હતું, આપણો દેશ વસુદેવ કુટુંબકમ ના સંસ્કારોથી આગળ વધી સેલ્યુટ તિરંગાના સંગઠનમાં જોડાય તેવી પણ વિનંતી કરી હતી, અંતે ભારત માતાની આરતી ઉતારી તેનો જય ઘોષ કરી આભાર વ્યક્ત કરી પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. અને ગુજરાતના દરેક જિલ્લામાં સેલ્યુટ તિરંગા દ્વારા જ્યાં જ્યાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ થયો તે પ્રદેશના સર્વ જિલ્લા અને તાલુકા પ્રમુખો મંત્રીઓ તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

