“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું”

ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા ની ટીમ ના ધ્રુવ ગુપ્તા, સાયકોલોજિસ્ટ, જયેશભાઈ સોની ,પ્રમુખ,જનસેવા એ જ પ્રભુ સેવા દ્વારા છાત્રાલય ના વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, વિદ્યાર્થીમાં વધતા આત્મહત્યા ના બનાવો, વ્યસન,માનસિક આરોગ્ય વિષય ઉપર નિષ્ણાત સાયકોલોજિસ્ટ ધ્રુવ ગુપ્તા દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો આત્મહત્યાના બનતા બનાવોને રોકવા વિશે ખુબ સરસ માહિતી આપી અને તેના નિરાકરણ માટે વિશેષ ચર્ચા કરવામાં આવી.
