પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫ બોટલ સાથે ઝડપાઈ હતી
પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫ બોટલ સાથે ઝડપાતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસ શનિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.ત્યારે જુના બસ સ્ટેશનથી રેલ્વે સ્ટેશન રોડ પર શીતળામાતાજી મંદિર નજીકથી બે મહિલાઓ ચાર થેલાઓ સાથે આવતી દેખાતા પોલીસે તેમને રોકી તપાસ કરી હતી.
જેથી તેમના થેલાઓમાં રૂ.૧૯,૬૮૦ ની દારૂ ૧૬૫ બોટલો મળી આવી હતી.પોલીસે મીનાબેન અશોકભાઈ ચુનારા રહે.કંકોડીયાવાસ, રાયપુર, અમદાવાદ અને સોનીયાબેન આકાશભાઈ મોઘેકર રહે. ગ્લોબરનગર,ખોડિયારનગર ભાગ-૨ , અમદાવાદ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
