કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ ચૂંટણી કમિશનર સુધાંશુ પાંડેએ જણાવ્યુ કે, આ ચૂંટણી અંતર્ગત મતદાન પાંચ નવેમ્બરે થશે. નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત માટે 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી 18 ઓક્ટોબરે થશે, જ્યારે 20 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. આ ચૂંટણી અંતર્ગત 11 ઓક્ટોબરે મતગણતરી થશે.
