ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા
Synopsis : હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી. કચ્છમાં 9 ડેમ ભરાયા, શાળાઓ બંધ. નખત્રાણાનો યક્ષ મેળો રદ. દિલ્હીમાં હળવો વરસાદ.
હવામાન વિભાગે આજે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રએ 9 ડેમ ભરાતા નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો.
કચ્છના નખત્રાણા ખાતે આજે અને આવતીકાલે યોજાનારો ભાતીગળ મોટા યક્ષનો મેળો હાલની અતિભારે વરસાદની આગાહી તેમજ વહીવટીતંત્રની સુચનાઓને ધ્યાનમાં રાખીને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો – પૂર્વ કચ્છમાં 10 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ રાખવામા આવ્યા છે.
મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ઉત્તરાખંડમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી હળવો થી મધ્યમ વરસાદ પડશે. આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, ઝારખંડ, કેરળ અને માહે અને તેલંગાણામાં આવતીકાલ સુધી વાવાઝોડા પડી શકે છે. આજે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે
