લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સાગ્રોસણા પ્રાથમિક શાળા અને વિદ્યામંદિર શાળામાં ભારતીય અંતરિક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટેની કામગીરી છેલ્લા 20 વર્ષથી કરે છે.

આપણો ભારત દેશ 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્રયાન- 3ના સફળ લેન્ડિંગ સાથે ઐતિહાસિક સિદ્ધિ મેળવી સાથે-સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. આ મહાન સિદ્ધિને માન આપતા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટ ને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેર કર્યો. જે ISRO થકી ભારતની અંતરિક્ષ વિજ્ઞાન પ્રગતી ને ઉજવવાનો અને આવનારી પેઢીને નવીનતા માટે પ્રેરણા આપવાનો છે. રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસની ઉજવણી અંતર્ગત લોકવિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા દ્વારા 11 દિવસીય (૧૨ થી ૨૩ ઓગસ્ટ સુધી) અવકાશીય પ્રોગ્રામ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાની ૧૨ શાળાના ૨૩૪૦ થી પણ વધુ બાળકો ચિત્ર સ્પર્ધા,ડોક્યુમેન્ટ્રી શૉ, રોકેટરી વર્કશોપ, નિબંધ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા જોડાયા છે.

૨૩ ઓગસ્ટ ના રોજ નેશનલ સ્પેસ ડે ની ઉજવણી પાલનપુર તાલુકાની સાગ્રોસણા પ્રાથમિક શાળા અને આઈ. જે. મહેતા અને બી. કે. ભાણસાલી ખાતે રાખવામાં આવેલ.


સાગ્રોસણા પ્રા.શાળા મુકામે સ્પેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ISRO દ્વારા વર્ષ:૨૦૩૫ સુધી પૂર્ણ થનાર ભારતીય અંતરિક્ષ સ્ટેશન, ટેલિસ્કોપ, ચાર્ટ નિદર્શન, રોકેટ મોડેલ વગેરેનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ. કાર્યક્રમ દરમ્યાન આર. આર. મહેતા સાયન્સ કોલેજ, પાલનપુર ના ફિઝિક્સ વિભાગના ભૂતપૂર્વ એચઓડી ડૉ.આર.જે. પાઠક સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાસંગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન અરવલ્લી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નૈનેશભાઇ દવે પણ હાજર રહ્યા હતા અને સ્પેસ એક્ઝિબિશન નિહાળ્યું હતું.

વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત આઈ. જે. મહેતા અને બી. કે. ભાણસાલી શાળાના ૨૨૫ થી વધારે વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા માં ભાગ લીધેલ જેમાં પ્રથમ પાંચ વિજેતા થનાર બાળકોને રોબોટિક્સ કીટ, ડ્રોન અને ડ્રોન કીટ આપવામાં આવી જ્યારે ભાગ લીધેલ તમામ બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડીનેટર ત્વરા ભરત ઠાકોર એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!