“વિશિષ્ટ વ્યક્તિઓનું સમ્માન ” કાર્યક્રમ માં આપદામિત્ર કિરણ ટાંક નું સન્માન કરવામાં આવ્યું .
૧૫મી ઓગષ્ટ ૨૦૨૫ (સ્વાતંત્ર્ય દિન) ની ભવ્ય ઉજવણી નિમિત્તે વિશિષ્ટ અને આગવી પ્રતિભા ધરાવતાં વ્યકિતઓ માટે સ્વાતંત્ર્ય દિને “વિશિષ્ટ વ્યક્તિઓનું સમ્માન ” કાર્યક્રમ નું આયોજન તાલુકા કક્ષાનું કુચાવાડા ગામ ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રમાં આપદા મિત્ર તરીકે કિરણકુમાર હીરાજી ટાંક સારી કામગીરી કરવા બદલ નાયબ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટશ્રી ડીસા દ્વારા સન્માન પત્ર થી સન્માન કરવામાં આવેલ.
