નિરાધાર દીકરીઓ ના જીવન માં ખુશીઓ નો સૂર્યોદય…!
આજ રોજ માતૃત્વ દિવસ ના પવિત્ર અવસરે પાલનપુર ના રામપુરા ચોકડી મેદાન માં સિધ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન ઉત્સવ માં ૧૫ નિરાધાર દીકરી ઓ નવજીવન ના મંગલ પગલાં પાડ્યા હતા
આ ભગીરથ કાર્ય માં આપણા મુખ્ય દાતા એવા ડીસા નિવાસી મંડપ ના દાતા શ્રી માનનિય સુરેન્દ્રસિંહ રમેશ ભાઈ રાઠોડ અને તેમના ભાઈ સિદ્ધાર્થ ભાઈ રાઠોડ અને અન્ય ભોજન ના દાતા એવા થરાદ નિવાસી વીર ભામાશા નટુભાઈ ઇશ્વરભાઇ ઈસાણી, પાનેતર ના દાતા શ્રી રમેશ ભાઈ માળી , રણછોડ ભાઈ માળી શારદા સાડી શોરૂમ ડીસા ના સાથ સહયોગ થકી આ સુંદર કાર્યક્રમનું નું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા નિવાસી સુરેન્દ્રસિંહ રમેશ ભાઈ રાઠોડ , સિદ્ધાર્થ રમેશ ભાઈ રાઠોડ , નટુભાઈ ઈશ્વરભાઈ ઈસાણી, મહેન્દ્રભાઈ કટારીયા (ટ્રસ્ટી) અનિલભાઈ કુંદનલાલ કછવા , શ્રી મગનભાઈ માળી ( બીકે ન્યુઝ ) , ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા , ગોવિંદ ભાઈ ભાટીયા , એડવોકેટ જશવંતસિંહ વાઘેલા,પાર્થભાઈ ચોક્સી( અન્નપૂર્ણા જવેલર્સ) એડવોકેટ મનોજ ઉપાધ્યાય, મનુભાઈ આસનાની, રૂપેશ ભાઈ માળી ,રોહિત ભાઈ ભાટીયા (ટ્રસ્ટી) , ફારુખભાઈ ગાયકવાડ જયેશભાઈ સોની, આશાબેન રાવલ, મુકુંદભાઈ મહેતા,અલ્પાબેન મહેતા જાગૃતીબેન મહેતા , દલપતભાઈ ભાટીયા, લલીતાબેન પરમાર , અશોકભાઈ માળી ,ધવલભાઇ સોલંકી,મહેશભાઈ મનવાર, કપિલ ભાઈ ચૌહાણ ,બકુલભાઈ ચૌહાણ, વિશાલભાઈ રાવલ, દિલીપભાઈ ગોહિલ, પવન ભાઈ પ્રજાપતિ (દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ),હિતેશભાઈ બારોટ , ચંદ્રેશ ભાઈ બારોટ , ભૂપતસિંહ બાપુ ( મહારાણા પ્રતાપ ગ્રુપ )જેવા મહાનુભાવો હાજર રહી નવ દંપતીઓના આશીર્વાદ આપ્યા હતા. સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આ તમામ મહેમાન શ્રી નો અને દાતાશ્રી તેમજ સાધુ સંત નો હૃદય પૂર્વક દિલથી આભાર માને છે,
ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સુનિતાબેન પઢીયાર ની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.
