ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.



આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ, સ્માર્ટ એકેડેમીના સંચાલક સુમિતભાઈ જોશી, સરકારી વકીલ રાજુભાઈ પ્રજાપતિ, શિક્ષક વસરામભાઈ ચૌધરી અને આઈ.ટી.આઈ. ધાનેરાના સુપરવાઈઝર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ વક્તાઓએ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ સેમિનારમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શનનો લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!