સૈયદ સમાજની યંગ કમિટી દ્વારા સતત બીજા વર્ષે ‘સમૂહ સેહરી’નું ભવ્ય આયોજન

સૈયદ સમાજની યંગ કમિટી દ્વારા સતત બીજા વર્ષે ‘સમૂહ સેહરી’નું ભવ્ય આયોજન

 

પવિત્ર રમજાન માસ એટલે ઈબાદત અને ભાઈચારાનું પર્વ. સામાન્ય રીતે આપણે ઈફ્તાર પાર્ટીઓ વિશે સાંભળતા હોઈએ છીએ, પરંતુ પાલનપુરના સૈયદ સમાજની યંગ કમિટીએ એક ડગલું આગળ વધીને આ વર્ષે પણ ‘સમૂહ સેહરી’ની પરંપરાને વધુ ભવ્ય રીતે ઉજવી હતી. પવિત્ર રમજાન માસના ૨૮મા રોઝાની વહેલી સવારે જૂના ડાયરા સ્થિત સૈયદ સમાજના જમાતખાનામાં આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારના શાંત વાતાવરણમાં સમાજના વડીલો, યુવાનો અને બાળકોએ એકસાથે બેસીને સેહરી કરી હતી.

ગયા વર્ષના નવતર પ્રયોગની સફળતા બાદ આ વર્ષે વધુ ઉત્સાહ અને વ્યવસ્થા સાથે આયોજન કરાયું હતું. જેમાં કમિટીના યુવાનોએ ખભેથી ખભો મિલાવી ખાવાની વાનગી બનાવવા સાથે પીરસવાથી લઈને વ્યવસ્થા જાળવવા સુધીની તમામ જવાબદારી નિભાવી હતી. અત્યંત શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ આયોજનને આવકારતા સૈયદ સમાજના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના આયોજનોથી માત્ર ભૂખ સંતોષાતી નથી, પણ સમાજમાં પરસ્પર પ્રેમ અને એકતા મજબૂત બને છે. નવી પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાનો આ ઉત્તમ પ્રયાસ છે.” આ નવતર અને સરાહનીય આયોજન બદલ સમગ્ર સૈયદ સમાજે યંગ કમિટીની કામગીરીને બિરદાવી હતી. વડીલોએ યુવાનોને દુઆઓ આપી હતી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક એકતા વધારતા કાર્યક્રમો થતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!