ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ
ગુજકેટની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ – હવે એક હજાર રૂપિયાની લેઇટ ફી સાથે અરજી કરવાની તારીખ 16મી જાન્યુઆરી સુધી લંબાવાઇ છે.
ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બાદની ગુજકેટની આગામી પરીક્ષા 29મી માર્ચના રોજ યોજાનારી છે.
આ માટે અરજી કરવાની તારીખ છઠ્ઠી જાન્યુઆરી સુધી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લંબાવવામા આવી હતી. હવે એક હજાર રૂપિયાની લેઇટ ફી સાથે હવે અરજી કરવાની તારીખ 16મી જાન્યુઆરી સુધી લંબાવાઇ છે.
