ડિજીટલ એરેસ્ટના ગુનામાં ઠકરાર ગેંગનો પર્દાફાશ

Title : ડિજીટલ એરેસ્ટના ગુનામાં ઠકરાર ગેંગનો પર્દાફાશ

Synopsis : અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડિજીટલ એરેસ્ટના ગુનાની ફરિયાદની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ચાઈનીઝ ગેંગના છ એજન્ટો સહિત ઠકરાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.

 

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડિજીટલ એરેસ્ટના ગુનાની ફરિયાદની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ચાઈનીઝ ગેંગના છ એજન્ટો સહિત ઠકરાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.આ ગેંગ વિદેશથી સાયબર ફ્રોડ કરનારી ચાઈનીઝ ગેંગના એજન્ટ હતા.ઠકરાર નામની આ ગેંગનો મુખ્ય સુત્રધાર દુબઇથી ઓપરેટ કરીને બેંક ખાતામાંથી નાણા પડાવીને તેન ક્રિપ્ટો કરન્સીમાં તબદીલ કરતો હતો. આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાંચે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.તેમજ દુબઇ સ્થિત મુખ્ય સૂત્રધારને ફરાર જાહેર કરાયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આંબાવાડી સ્થિતિ આરોપીઓની ઓફિસ પર તપાસ કરીને બેંકની પાસબુકો સહિત 37 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!